ભારતવાણી એક એવી પરિયોજના છે કે જેનો ઉદ્દેશ મલ્ટીમીડિયા (લેખન, શ્રવ્ય, દ્રશ્ય, તસ્વીર) નો ઉપયોગ કરીને, ભારતની તમામ ભાષાઓ અંગે અને એ ભાષાઓમાં ઉપલબ્ધ જ્ઞાનને એક પોર્ટલ (વેબસાઈટ) પર ઉપલબ્ધ કરાવવાનો છે. આ પોર્ટલ વ્યાપક, તાદત્મ્યક અને ગતિશીલ હશે. તેનો મૂળ ઉદ્દેશ ડીજીટલ ભારતના આ યુગમાં ભારતને જ્ઞાનાભિમુખ સમાજ બનાવવાનો છે.